*હવે એક રૂપિયાની નવી નોટઃ રંગ-ડિઝાઇન નક્કી*

નવી દિલ્હીઃકેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક રૂપિયાની કરન્સી નોટ જારી કરવાની છે. આ એક રૂપિયાની નવીનક્કોર નોટ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવશે. જોકે નોટબંધ પછી બાકી નોટ પણ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવી હતી. આ નવી એક રૂપિયાની નોટમાં સૌથી ઉપર ભારત સરકાર લખેલું હશે, જ્યારે અન્ય નોટો પર ઉપરથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે. નોટમાં નાણાં મંત્રાયલના સચિવ અતનુ ચક્રવર્તીના હસ્તાક્ષર હશે. અન્ય નોટોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે