*સુરતમાં કોરોનાનો સપાટો*

*એક પોઝિટિવ કેસ બાદ નવ પરિવારજનોને ક્વૉરન્ટાઈન કરાયા*
અમદાવાદ: શહેરમાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. લંડનથી પરત ફરેલી પારલે પોઈન્ટની મૂળ સુરતી પરિવારની યુવતીનો ચાર દિવસ બાદ પોઝિટિવ રિપોર્ટ આવતા તબીબો દ્વારા સાવચેતીનાં પગલાં લેવા સાથે તેણીની સારવાર શરૂ કરાઈ હતી. જ્યારે તેણીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો સહિતની નવ વ્યક્તિઓને ક્વૉરન્ટાઈન કરી તેમને અલગ પાડી ચેપ ફેલાતો રોકવા પ્રયાસ હાથ ધરાયા હતા.