*📌સુરત એરપોર્ટ પર ઝડપાયું સોનું*

 

🔸4.55 કરોડનું સોનું ઝડપાયું

સુરત SOGની કડક કાર્યવાહી

 

ગુજરાતનાં એરપોર્ટ પરથી અવારનવાર સોનાની દાણચોરી ઝડપાતી હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એકવાર સુરતનાં એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. દુબઈથી આવેલા શખ્સો પાસેથી SOGની ટીમે રૂ.4.55 કરોડનું સોનું ઝડપી પાડી 4 યુવકોની ધરપકડ કરી છે. દુબઈથી આ સોનું કેવી રીતે લાવવામાં આવ્યું અને સુરતમાં આ સોનું કોને આપવાનું હતું એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.