*રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોનાનો કહેર*

દેશમાં કોરોના વાયરસની દહેશત ખૂબ જ વધી રહી છે. આ વચ્ચે કોરના વાયરસનો ખૌફ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પોતાનુ મેડિકલ ચેકઅપ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, સાંસદ દુષ્યંત સિંહ સાથે મુલાકાત બાદ હવે રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોએ કહ્યુ છે કે, રાષ્ટ્રપકિ રામનાથ કોવિંદ પણ પોતાનુ મેડિકલ ચેકઅપ કરાવશે. તે સાથે જ રાષ્ટ્રપતિ પોતાની સાથે નિયમિત કાર્યક્રમોને પણ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ દુષ્યંત સિંહ કોરોના પોઝિટિવ મળી આવી હતી. બોલીવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂરની એક પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ દુષ્યંત સિંહ ખુદ સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છે