*કોરોનાના કેસની સંખ્યા વધીને 242 થઈ*

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આ કોરોના વાઇરસના ઝડપથી પ્રસરી રહ્યો છે અને જીવલેણ છે, માટે વડા પ્રધાન મોદીએ ગઈ કાલે દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને સચેત રહેવા આહ્વાન કર્યું હતું. કોરોના વાઇરસ જે રીતે દેશનાં રાજ્યોમાં પ્રસરી રહ્યો છે, એને જોતાં વડા પ્રધાન રાજ્યોના મુખ્ય પ્રધાનો કે રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ કરવાના છે.કોરોના વાઇરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જેથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં પાંચ શહેરોમાં બધી ખાનગી દુકાનો, ઓફિસો પણ આજે રાતથી 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્દેશ કર્યો છે. દેશમાં કોરોના કેસની સંખ્યા 242 થઈ છે.
મોદીએ દેશને ગઈ કાલે સંબોધતાં ભારતીયોને અપીલ કરી હતી કે આગામી થોડા સપ્તાહ ઘરમાં જ રહો અને શક્ય હોય તો ઘરેથી જ કામ કરો. આ સાથે અનેક રાજ્યો કોરોનાને લઈને સાવચેતીનાં પગલાં ભરી રહ્યા છે.