*સ્પેનમાં 17 હજારથી પણ વધુ લોકો કોરોનાથી પીડિત*

તેઓએ રેડિયોમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ઉંમરવાળા લોકો અને તેવા લોકો જેઓ પહેલાંથી બીજી બીમારીઓનો સામનો કરી રહ્યાં છે, તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મેડ્રિડમાં હાલ ખાનગી અને સરકારી ચિકિત્સા કેન્દ્રનું એકીકરણ અને હોસ્પિટલમાં સામાન્ય બેડને આઈસીયૂમાં બદલવાની જરૂર છે. સ્પેનમાં હાલ 17 હજારથી વધુ લોકો કોરોનાથી પીડિત છે. અહીં એક દિવસમાં 2378 કેસ સામે આવવાથી ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બુધવારે અહીં 129 લોકોએ જીવ ગુમાવ્યાં છે, આ સાથે જ સ્પેનમાં મૃતકની સંખ્યા 800ની નજીક પહોંચી ગઈ છે.