બ્રેકીંગ ન્યૂઝ નર્મદા
કોરોના કેસ વધતા રાજપીપલા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ :
આજ થી રાજપીપળા ત્રણ દિવસ માટે સજ્જડ બંધ.
રાજપીપલાના તમામ બજારો લારી ગલ્લા જડબેસલાક બંધ રહ્યા
તંત્ર અને વેપારી મંડળની અપીલને માન આપી રાજપીપલાની તમામ દુકાનો બજારો આજે સજ્જડ બંધ રહ્યા.
ત્રીજા સ્ટેજમાં લોકલ સંક્રમણને ઘટાડવા
અને કોરોના ની ચેન તોડવાનો આ પ્રજાનો સ્વયંભૂ સઘન પ્રયાસ
રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરમાં ઠેરઠેર સૅનેટાઇજેશન કરાયુ
રાજપીપલા, તા 13
રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોનાના સતત વધતા જતા કેસોને કારણે નર્મદા જિલ્લાનું તંત્ર એક્શનમા આવી ગયું હતું. જોકે કોરોનાનું સંક્રમણ ઘટાડવામોડે મોડે પણ આમ પ્રજા પણ જાગૃત બની હતી. અને આજથી ત્રણ દિવસ માટે રાજપીપલા સજ્જડ સ્વયંભૂ બન્ધ રહ્યું હતું. રાજપીપલા ની સાથે સમગ્ર નર્મદા જિલ્લાએ સ્વંયભુ લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે
તંત્રની સાથે હવે પ્રજા પણ બે દિવસથી ડેડીયાપાડા સાગબારા સેલંબાના બજારોત્રણ દિવસ માટે સદંતર બંધ રાખ્યા હતા. ત્યારે આજથી રાજપીપળાને પણ નેત્રણ દિવસ માટેબંધ રાખવાનો નિર્ણય કરતા રાજપીપળાઆજે સજ્જડ બંધ રહ્યું હતું.આજે સવારથી જ તમામ દુકાનો બજારોવેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યા હતા. રાજપીપળા પોલીસે પણ બિનજરૂરી બહાર નીકળવા લોકો સામે કડક પગલાં લેતા લોકો બહાર નીકળતા બંધ થઈ ગયા હતા.
આજે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલે પણનગરની મુલાકાત લીધી હતી. અને પ્રજાને વેપારીઓને સહકાર આપવા જણાવતાં આજે રાજપીપળા સજ્જડ બંધ રહ્યું હતું. રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરમાં ઠેરઠેર સૅનેટાઇજેશન પણ કરવામાં આવ્યું હતું.
આજથી રાજપીપલા માં વેપારીઓને ત્રણ દિવસ માટે દુકાનો બંધ રાખવા પાલિકા
પ્રમુખનીઅને વેપારી મંડળની અપીલને લોકોએ માન આપી બજારો બંધ રાખ્યા હતા.
પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે
કોરોના ત્રીજા સ્ટેજમાં છે લોકલ સંક્રમણ વધી રહ્યું છે તો ત્રણદિવસ ઘરમાં રહી દુકાનોખોલશો નહીં કારણ વગર બહાર નીકળશો નહિ જેનાથી કોરોનાની ચેન તૂટશે.
તો રાજપીપળા અનાજ કરિયાણાના વેપારી મંડળ પ્રમુખ રમણ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે તંત્રની આપીલ માન આપીને વેપારી એસોસિયેશને બજારો લારી-ગલ્લા દુકાનોત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે આજે સૌએ દુકાનો બંધ રાખી છે તે માટે હું સૌ વેપારીઓનો આભાર માનું છું. કોરોનાં અટકાવવાનો આ એક સહિયારો પ્રયાસ છે.
નર્મદા જિલ્લામાં કરોના નો વિસ્ફોટ થઇ રહ્યો છે યુવાનો કોરોનનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજપીપલા શહેર સાથે નર્મદા જિલ્લો સંપૂર્ણ લોકડાઉન આજથી કરવાજઈ રહ્યા છે. કોરોના ના વધતા સંક્રમણ ને રોકવા જે ઝડપથી વધી રહેલી ચેનલને તોડવા માટે વેપારી મંડળો એ આ નિર્ણય લીધો છે પહેલા ડેડીયાપાડા ના
વેપારીઓ આ નિર્ણય લીધો સંપૂર્ણ બંધ કરી સફળતા મેળવી બાદમાં દેડિયાપાડા પછી સાગબારા અને સેલંબા એ બંધ બજારો કરી લોકડાઉન કર્યું હવે
આજથી રાજપીપલા શહેર સાથે કેવડિયા, તિલકવાડા, ગરુડેશ્વર દેવલિયા તમામ સ્થળો મંગળ બુધ ગુરુ આમ ત્રણ દિવસ લોકડાઉન શરૂ કરાયું છે
વેપારીઓ પણ હવે જગૃત બની લોકડાઉનનું શાસ્ત્ર ઉગામ્યું છે ત્યારે જો તમામ વેપારીઓ ધંધો ત્રણ દિવસ છોડી ઘરમાં
રહેશે તો પરિસ્થીતી સુધરશે બાકી મુશ્કેલી ઘણી કફોડી બનશે.
આ બાબતે પાલિકા પ્રમુખ કુદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો છે એટલે સાવચેતી રાખવી જરૂરી છે જેમાં
ખાસ કરીને જોઈએ તો રાજપીપલા શહેરમાં સમગ્ર જિલ્લાના લોકો આવે છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા