ગુજરાતમાં એક પછી એક કોરોનાના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. જેથી રવિવારે જનતા કરફર્યૂની જાહેરાત કરાઇ છે. જે જાહેરાત સંદર્ભે રાજયની તમામ એસટી બસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એસટી નિગમની ૪૭ હજાર ટ્રીપ રદ૧૦૦ ડિવિઝનના ૧૨૫ ડેપો બંધ રહેશે
એસટી નિગમની રોજ 47 હજાર ટ્રીપ સમગ્ર ગુજરાતમાં દોડે છે. પરંતુ રવિવારે સવારે 7 કલાકથી રાતે 9 કલાક સુધી 47 હજાર ટ્રીપ ઠપ થઈ જશે. 100 ડિવિઝનના 125 ડેપો બંધ રહશે. તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની 300 ટ્રીપ તો હંગામી ધોરણે બંધ કરી દીધી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે પ્રવાસીઓની સંખ્યમાં પણ ઘટાડો નોંધાયો છે. જોકે કોરોના વાયરસની અસર તમામ વિભાગમાં થઈ છે અને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે એસટી નિગમને પણ રવિવારે સેવા બંધ થવાના કારણે 6 કરોડ રૂપિયાનું નુકસાન થશે.