નિર્ભયા કેસઃ જલ્લાદ પવનને એક ફાંસી માટે મળશે આટલા હજાર રુપિયા.સુરેશ વાઢેર.

દિલ્હીમાં નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. દોષિતોને ફાંસીના માચડે લટકાવનારા જલ્લાદ પવને પણ ફાંસી માટેનું આજે રિહર્સલ કર્યું છે. જલ્લાદને મેરઠથી મંગળવારે તિહાર જેલમાં લાવવામાં આવ્યા હતા. પવનને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. તેમને ગજબ સુરક્ષા વચ્ચે દિલ્હી લાવવામાં આવ્યા હતા. આજે પવન દ્વારા ફાંસીનું રિહર્સલ કરવામાં આવ્યું આ દરમિયાન અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેલના સૂત્રોએ જણાવ્યું કે, ફાંસીના માચડાની જગ્યાથી નજીકમાં આવેલી જેલ નંબર-3ના સ્પેશિયલ બેરેકમાં પવન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની પાસે આરોપીઓને ફાંસી પર લટકાવવા માટેનો કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યો છે.
પવન ચર્ચામાં રહ્યા હતા કારણ કે તેમણે પોતાના રુપિયા લેવા માટે એક ઓફિસથી બીજી ઓફિસમાં ધક્કા ખાવા પડતા હતા. તેમને 3000 રુપિયા મળવાપાત્ર હતા જોકે, તે સમયસર નહોતા મળતા. પવન ભારતમાં રજિસ્ટર્ડ બહુ ઓછા પ્રોફેશનલ જલ્લાદોમાંથી એક છે. આરોપીઓને ફાંસીના માચડે લટકાવવા માટે 8 માચડાનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે, દરેક દોષિત માટે એક માચડાનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે અન્ય એક એટલે કે કુલ 4 વિકલ્પમાં રહેશે. જેલના સૂત્રોએ જણાવ્યું કે દોષિતોને ફાંસીના માચડે લટકાવવા માટે 20, 000 રુપિયાની ચૂકવણી કરવામાં આવી શકે છે. એટલે કે ચાર આરોપીઓને ફાંસી પર લટકાવવા માટે જલ્લાદ પવનને 80,000 રુપિયા ચૂકવવામાં આવશે.
Sureshvadher only news group
9712193266