20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો ધરાવે છે. એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી ચકલી નું બચ્ચું ઊડતું થયું, ત્યાં સુધી તેમને પાસેથી ખસતું નહોતું. તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે, અને રેગ્યુલર ચકલીના બાજરી અને ઝીણી કણકી મિક્સ કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. તેમજ ચણની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. તેમજ ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા વેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ઠંડી ના લાગે તેમજ ચોમાસાના પાણીથી ભીંજાઈ નહીં, તેમજ ઉનાળામાં તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેની સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી, અને દિવસ પસાર કરતા હોય છે. આમ અનેરો છે ચકલી અને કિન્નરીબેન નો પ્રેમ
Related Posts
મધ્યપ્રદેશથી કોરોના અંગે મોટા સમાચાર ત્રણ શહેરોમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન આવશ્યક
જરૂરિયાતો સિવાયનું બધુ બંધ ઈન્દોર, ભોપાલ, જબલપુરમાં લોકડાઉન એક પછી એક શહેરોમાં નિયંત્રણોની જાહેરાત
આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ…
રાજ્યના 43% જંગલ પૈકી નર્મદામાં 52% વૃક્ષો આચ્છાદિત જંગલોને પ્રવાસ-પર્યટન ના કેન્દ્રો બનાવાયા. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન…
*ભરૂચ: જંબુસરના ઉચ્છદ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો* અકસ્માતમાં નવ લોકોને ઇજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108…