દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા
રાજપીપલા તા , 17
કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં લીધા છે ત્યારે ભારત માં પણ અનેક રાજ્યો માં કોરોના અસરગ્રસ્ત કેસો જોવા મળ્યા બાદ સરકાર દ્વારા તેની સામે રક્ષણાત્મક પગલાં સ્વરૂપે ગુજરાતની તમામ શાળા, કેલેજો, આંગણવાડી, થિયેટરો, સ્વિમિંગપુલ વિગેરે બંધ રાખવા આદેશ કર્યા છે ત્યારે નર્મદા જિલ્લા દેડીયાપાડા ખાતે દેડીયાપાડા માર્કેટ યાર્ડ ( એ .પી .એમ .સી ) આવતીકાલથી તા ,૧૮ /૩/૨૦૨૦ થી ૩૧ /૦૩ ૨૦૨૦ માર્કેટ યાર્ડ બન્ધ રહેશે , દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા છે
રિપોર્ટ :જ્યોતિ જગતાપ રાજપીપલા