કોરોના વાઈરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 16 માર્ચ, 2020 ના રિપોર્ટ મુજબ 1,67,511 લોકોને અસર થઈ છે અને તેમાંથી 6606 લોકો મૃત્યુ પામ્યા છે. માત્ર એક જ દિવસમાં 13903 ને કોરોનાની અસર થઈ છે અને છેલ્લા 24 કલાકમાં 862 લોકો મૃત્યુ પામ્યા છે. વર્લ્ડ હેર્લ્થ ઓર્ગેનાઈઝેશને માત્ર ચાઈના માટે જ નહીં પરંતુ ગ્લોબલ લેવલ પર વેરી હાઈ રિસ્કની કેટેગરીમાં આ રોગને મુક્યો છે. ડબલ્યુએચઓની કોવિડ-19 ઈન્સીડન્ટ મેનેજમેન્ટ ટીમ ખડેપગે 24 કલાક આ રોગ ઉપર વોચ રાખી રહ્યું છે અને જે દેશોમાં આ વાઈરસ પ્રસરી રહ્યો છે તેઓની સાથે સતત વાતચીત ચાલુ રાખીને સપોર્ટ કરી રહ્યા છે. ભારતમાં કુલ 121 કેસીસ થયા છે તેમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ સમગ્ર વિશ્ર્વનો રેકોર્ડ એવો છે કે પહેલા 2 અઠવાડિયા આવી રીતે ગ્રાફ વધે છે પરંતુ ત્રીજા ચોથા વીકમાં તે એકદમ પીક ઉપર જાય છે તેથી ભારત સરકાર ચિંતીત છે અને સંરક્ષણાત્મક પગલાંઓ ઢગલાબંધ લેવામાં આવી રહ્યા છે.
આઘાત પ્રત્યાઘાતની થિયરી મુજબ તમે વિશ્ર્વમાં જીવોની કત્લેઆમ કરો છો તો સામે પ્રકૃતિ તમને પણ તેની શિક્ષા આપશે. ચાઈનામાં જે પ્રમાણે જીવોની કત્લેઆમ થાય છે તેનો જવાબ પ્રકૃતિએ લેવાનું શરૂ કર્યું છે. કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે એ કહેવત અમથી તો નહીં પડી હોય. માણસ-જન પોતાને આ વિશ્ર્વનો ચક્રવર્તી માનીને જલ, જમીન, જંગલ અને જનાવર પર તૂટી પડ્યો છે. વિશ્ર્વની ટોચની સંસ્થાઓ માને છે કે ત્રીજુ વિશ્ર્વયુદ્ધ પાણી માટે થશે. વોશિંગ્ટન ટાઈમ્સના એક દિવસના છાપાનો કાગળ બનાવવા માટે 50 હજાર વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવે છે. કેમિકલ ફર્ટિલાઈઝર્સ અને પેસ્ટીસાઈડ્સના ઉપયોગ દ્વારા જમીનની ફળદ્રુપતા ઝડપથી નાશ પામવા લાગી છે. હેલિકોપ્ટરથી છાંટવામાં આવેલા આ વીષયુક્ત રસાયણોને કારણે માતાના દૂધ સુધી ડીડીટીના અવશેષો 800 ગણા વધારે જોવા મળ્યા છે. પંજાબ અને હરિયાણામાં તો એક ટ્રેનનું નામ જ કેન્સર ટ્રેન પડી ગયું છે. કેમ કે તેમા મોટાભાગના મુસાફરોને કેન્સરનો રોગ લાગુ પડેલો હોય છે.
અને જનાવરોનું તો બીચારાનું કોઈ પુછનાર નથી. કેરાલા હાઈ કોર્ટે અને સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે એકલા માણસના બાપની આ સૃષ્ટિ નથી. આ સૃષ્ટિ ઉપર પશુઓનો પણ સંપૂર્ણ અને સપ્રમાણ અધિકાર છે. ગેટ કરારમાં સહી કરેલા દેશોએ તો પશુઓને ફંડામેન્ટલ રાઈટ્સ આપવાનું ઠરાવી દીધેલું છે. જેમાં પશુને સુખેથી જીવવાનો, ભૂખ્યા નહીં રાખવાનો, દર્દ નહીં આપવાનો અને સન્માન સાથે જીવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ચીનાઓ આમાંનું કાંઈ પાળતા નથી. અને પ્રકૃતિના અબાધિત નિયમોનો આદર નથી કરતા.
ચાયનામાં મંકિ ફેસ્ટિવલ થાય ત્યારે એક લાકડાના ટેબલમાં બે ભાગ પાડીને વચ્ચે વાંદરાનું મોઢું આવી શકે એવો બંને ટેબલ પર અર્ધગોળાકાર કરવામાં આવે છે. વાંદરાનું શરીર નીચેના ભાગમાં હોય છે અને ડોક ઉપર હોય છે. તેનું શરીર ભયંકર ઉકળતા ગરમ પાણીમાં બફાતુ હોય છે અને તેનું જે લોહી ગરમ થાય તે બ્રેઈન સુધી પહોંચે ત્યારે તે વાંદરાને ટેબલ પર બેસીને સાત-આઠ જણા ભેગા થઈને તે શેકાયેલા મગજનો આહાર કરતા હોય છે. હવે તેમના આખા શરીર સ્મશાનમાં બળી રહ્યા છે.
ભૂંડના શરીરમાં જીવતેજીવ મસાલો પહોંચે તો તે વધારે સ્વાદીષ્ટ બને તે માટે વચ્ચે અગ્નિ અને ચારેબાજુ અગ્નિમાં વચ્ચે ભૂંડને ગોળગોળ દોડાવવામાં આવે છે. પછી ભૂંડને ગરમી અને પરિશ્રમને કારણે તરસ ભયંકર લાગે ત્યારે લાલ મસાલાવાળુ પાણી પીવડાવવામાં આવે છે. જે આખુ તેના શરીરમાં ફરી વળે છે અને પછી એને એના શેકાયેલા શરીરને કાચામાં કાચુ કાપીને ખાવામાં આવે છે.
બજાજ, ઈબ્રાહીમ અને સિંઘ નામના ભારતના ત્રણ વૈજ્ઞાનિકોએ પોતાના પ્રથમાક્ષર પરથી બીસોલોજી ઓફ અર્થક્વેક્સ નામની થિયરી પ્રસિદ્ધ કરેલી છે અને વિશ્ર્વના ટોચના વૈજ્ઞાનિક સમારોહમાં સુઝહલ ખાતે ઈટિયોલોજી ઓફ અર્થક્વેક્સ નામે પ્રસિદ્ધ કરવામાં આવી છે. સમગ્ર વિશ્ર્વમાં આવતા ધરતીકંપો, સુનામીઓ અને કુદરતી આફતોનું મૂળ કારણ પશુની હત્યા છે. આ ત્રિપુટીએ સાબિત કર્યું હતું કે રેડિયો, ટીવી, સેટેલાઈટ અને એક્સપ્લોઝીવ એટમ બોમ્બના પણ વિસ્ફોટો તરંગોના આવાગમન પર નિર્ભર હોય છે. રશિયાના વૈજ્ઞાનિકે તો લ્યુનોખોદ નામના મશીનથી ચંદ્ર પરની રજકણને પૃથ્વી પર લાવવાનો સિદ્ધ પ્રયોગ કરેલો છે. આજ પ્રમાણે ધરતીકંપ પણ તરંગોના આધારે થાય છે જેમાં તેમણે ત્રણ તરંગોની વાત કરી છે. જેમાં પહેલા તરંગો અતિ વેગથી પસાર થતા હોય છે. બીજા પ્રકારના તરંગો પ્રમાણમાં ધીમી ગતિવાળા હોય છે પરંતુ તેઓ પશુઓની હત્યા થાય ત્યારે જેને આઈન્સ્ટાઈન પેઈન વેવ્ઝ કહે છે તેવા વેદનાના વાદળોને બાંધતા હોય છે. આવા વાદળોના મોજા ધીમે ધીમે એકઠા થઈને બળવાન થતા જતા હોય છે. જે સ્થાન પણ ફેરવી શકે છે અને જેમ પાણીના વાદળો ફાટે ત્યારે વરસાદ પડે છે તેમ આ વેદનાના વાદળનું એક્સપ્લોઝન થાય ત્યારે ભૂગર્ભના ખડકોને પણ તોડી નાખે છે. વિશ્ર્વમાં આવેલા 250 ધરતીકંપોના સર્વે પછી તેમણે આ વાત જાહેર કરી હતી તે આજે અક્ષરશ: સાચી પડી છે.
ચાઈનામાં વુહાન શહેરમાં વન્યજીવોની જે માર્કેટ છે તેના વિડિયો હવે વાઈરલ થવા માંડ્યા છે. દુનિયાભરના લોકો કદાચ ગાય, ભેંસ, ઘેટા, બકરા કે મરઘા – બતકાનું માંસ ખાતા હશે પરંતુ ચીનના લોકો તો ઉપર જણાવ્યું તે પ્રમાણે વાંદરા, કુતરા, બીલાડા અને કરચલાના તેમજ કાચબા, અજગર, સાપ, વિંછી કે દેડકાનું પણ માંસ ખાય છે. ઉપરાંત સી ફુડ્સમાં ડોલ્ફીન, શાર્ક, ઓક્ટોપસ વગેરે દરીયાઈ જીવોને પણ શેકીને ખાય છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ સર્પમાંથી કે ચામાચિડિયામાંથી આ વાઈરસ ફેલાયો છે. હજી તો આ તેમની માત્ર ધારણા છે પરંતુ તેના નામે લાખો ચામાચિડિયાઓને હવે આ લોકો બાળી નાંખશે. તેનું પ્રદૂષણ નવા રોગો ઉભા કરશે. ઓસ્ટ્રેલિયામાં પાણીના વપરાશના નામે 10 હજાર ઉંટોને હેલિકોપ્ટરમાંથી શૂટ એટ સાઈટ કરવામાં આવ્યા. મેડ કાઉ ડિસિઝના નામે અગાઉ લાખો નિર્દોષ ગાયોની કત્લેઆમ કરવામાં આવી, સ્વાઈન ફ્લુ વખતે નિર્દોષ ડુક્કરોની કતલ કરવામાં આવી, આફ્રિકાના ઈબોલા વાઈરસે હાહાકાર મચાવ્યો ત્યારે પણ ચામાચિડિયાઓની કત્લેઆમ કરવામાં આવી.
ચીનમાં સાર્સ નામનો અગાઉ રોગ જોવા મળેલો ત્યારે શિવેટ નામના પ્રાણીનો ભોગ લેવામાં આવ્યો હતો. ભારતમાં બર્ડ ફ્લુને કારણે લાખો મરઘાંનો સંહાર કરવામાં આવ્યો હતો. આ બધા રોગોની પાછળ દવાઓ બનાવતી કંપનીના માંધાતાઓ કરોડો – અબજો ડોલર કમાઈ જતા હોય છે. તેથી ગાંધી વૈદ્યનું સહિયારૂ ચાલતુ હોય છે. સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે એક પશુની સામે બીજા પશુની કતલ કરવામાં આવે છે ત્યારે બીજા પશુના શરીરમાં ભયને કારણે જે વીષયુક્ત રસાયણો છૂટે છે તે રોગોત્પાદક છે. તેને કારણે તે માંસ ખાનારાઓના શરીરમાં ભયાનક રોગો પેદા થાય છે. એક કિલો માંસ પેદા કરવા માટે 16 કિલો અનાજ અને 14.5 હજાર લિટર પાણી વપરાતું હોવાથી ચાઈનાની સરકારે માંસના વપરાશને 50 ટકા ઘટાડવા માટેનું એલાન કરેલું હતું. પરંતુ હાલતાચાલતા જીવતા જીવોને કાચા ને કાચા ખાનારા લોકો હવે એનો ભોગ બની રહ્યા છે.
માણસનું શરીર માંસાહાર માટે યોગ્ય નથી. માટે હવે સમજીને જ પારોઠના પગલા ભરે તે તેના માટે હિતાવહ છે અન્યથા તુલસીએ ખરેખર કહ્યું છે કે તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ન જાય, મુએ ઢોરકે ચામસે લોહા ભસ્મ હો જાય. મરેલા ઢોરના ચામડાથી જો લોઢુ ભસ્મ થઈ જતું હોય તો જીવતા પશુઓની આવી હાયથી શું નહીં થાય? ગાંધીજીએ ખરે જ કહ્યું છે કે એક દેશ પોતાના પશુ સાથે કેવો વ્યવહાર કરે છે તેનાથી તેના ચારિત્ર્યના આંકનું મુલ્યાંકન થઈ જતું હોય છે.પશુઓની મતબેન્ક કે યુનિયનો નહીં હોવાથી તેમની વિરુદ્ધ ગમેતેવા નિર્ણયો થઈ શકે છે.
ચાઈનાઓના ગામ સીલ કરવામાં આવે, રસ્તા રોડ ઉપર સહજ કરફ્યુ જણાય અને તેમના દેશમાંથી આવતા પ્રત્યેક વ્યક્તિઓને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે, લોકો હડધુત કરે તેનાથી વધારે બીજી નાલેશી કઈ હોઈ શકે ? હજી તો પાશેરામાં આ પહેલી પુંણી છે. જાગ્યા ત્યારથી સવાર.
જ્યોતિષિઓની દૃષ્ટિએ 24 માર્ચ પછી આ રોગના વળતા પાણી થશે અને એપ્રીલના બીજા વીક સુધીમાં ઘણી રાહતનો અનુભવ થશે. અગાઉ થયેલી આગાહી મુજબ આ રોગ અચાનક શાંત થઈ જશે પણ થોડા સમય પછી પાછો તે ઉથલો મારશે.
રસ્તાઓ બંધ કરીએ છીએ પરંતુ જેના કારણે આ વાઈરસ ફેલાયો છે તે મીટ માર્કેટ કે માંસાહાર ઉપર કેમ પ્રતિબંધ મુકવામાં નથી આવતો ? આપણે પ્રાર્થના કરીએ કે આ નિર્દોષ જીવોની થતી કત્લેઆમ હવે તુરંત પ્રતિબંધિત થાય. માણસ વાર્યો નહીં વળે પણ હાર્યો વળશે.
લોકો ગરમપાણી પીવે અને સૂંઠ, મરી, તજ, લવીંગ, ગંઠોડા, હળદર, અને તુલસીનો ઉકાળો પીવે, ઠંડુ અને બરફવાળી આઈટમ ખાવાની સદંતર બંધ કરે, એક પોટલીમાં બે એલચી, બે લવીંગ, બે કપુર અને જાવંત્રીના ફૂલ નાંખીને ગળામાં બાંધી દે તેમજ નાકના બંને કાણામાં દેશી એરંડ્યુ લગાડે અને ગૌમૂત્રના અર્કની ગોળીઓ સવાર સાંજ બે બે લેશે તો કોરોનાથી કોઈને રોવું નહીં પડે.
લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ