*તનિશ્ક શો રૂમના ડીલર મુકેશ જોધવાણીને અપહરણકારોને 1 કરોડ* *આપ્યા પછી છૂટકારો પૈસા ન આપતા પહેલા રીત સર સ્મશાનમાં* *સળગાવ્યો હતો*

ભાવનગર-ડુંગરાળ પ્રદેશમાં માર માર્યા બાદ મુકેશને કારમાં બેસાડી કોઇ એક નવા જેવા સ્મશાનમાં અપહરણકારો લઇ ગયા હતા. આ પહેલા કારમાંથી એક માણસ ઊતરી ગયો હતો. સ્મશાનમાં મુકેશના મોઢામાં ડુચો નાખી, હાથ બાંધી નીચે લાકડા ગોઠવી ઊપર મુકેશને સુવડાવી તેની પર પણ હલકા વજનનાં લાકડા ગોઠવી નીચેથી ચીતા સળગાવી હતી અને બોલ પાંચ કરોડ આપે છે કે નહિં તેમ પુછતા હતા. ચિતા સળગતા દોરડુ બળી જતા હાથ છુટી જતા મુકેશ જીવ બચાવવા ઊભો થઇ દોડ્યો હતો પણ પેલા ત્રણેય જણે તેને પકડી ફરીથી માર્યો હતો અને મુકેશ કરગરતા અંતે પાંચની બદલે એક કરોડ લેવાનું નક્કી કરેલ.મુકેશ ભાંગી ગયો હતો અને 50 લાખ રોકડા અને 50 લાખના ઘરેણા આપ્યા બાદ આ લોકો તેને ઘરે મુકી ગયા હતા. મને બીજી જિંદગી મળી છે. મિત્રોની સલાહ બાદ ફરિયાદ કરી છે મુકેશ જોધવાણી પોલીસે આરોપીઓને ઓળખી લીધા છે પણ હજુ સુધી કોઇ પકડાયા નથી એમ ડી.વાય.એસ.પી.ઠાકરે જણાવ્યું હતું