*હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારપડ્યો જોરદાર બરફ*

હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તાર કુલ્લુ સહિત અન્ય વિસ્તારોમાં સતત હિમવર્ષા (snowfall)થઇ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી અનેક વિસ્તારોમાં બરફ પડ્યો. જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું. રોહતાંગમાં રેકોર્ડ ત્રણ ફૂટ જેટલી હિમવર્ષા થઇ. જ્યારે કે કોકસર અને મઢીમાં બે ફૂટ, સિસ્સૂમાં એક ફૂટ અને સોલંગનાલા અને જલોડીમાં 20-20 સેન્ટીમીટર બરફ પડ્યો હતો.