*કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ગુમ*

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ વધુ એક ધારાસભ્ય સંપર્કવિહોણા બન્યા છે. વલસાડની કપરાડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી કોંગ્રેસના નેતાઓથી સંપર્કવિહોણા બન્યા છે. જીતુ ચૌધરી આજે સાંજે 5 વાગ્યે જયપુર જનારી ફ્લાઇટમાં અન્ય નેતાઓ સાથે જવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ જીતુ ચૌધરી એરપોર્ટ પર ન આવતા પ્રદેશ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.