*ઘરે બેઠા તમને મળી શકે છે 1 કરોડ રૂપિયા સરકાર લાવવા જઈ રહી છે ખાસ યોજના*

સરકાર ગ્રાહકોને માલ ખરીદી માટેના બીલો લેવા માટે પ્રોત્સાહિત કરવા લોટરી યોજના લાવવા જઈ રહી છે. આ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી લોટરી સ્કીમ અંતર્ગત 10 લાખથી લઈને 1કરોડ સુધીનું ઇનામ આપવામાં આવશે. ગ્રાહક,ખરીદદારો જે બીલ લેશે, તેના દ્વારા જ તેઓ લોટરી જીતી શકશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ સીબીઆઈસી ના સભ્ય જ્હોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના દરેક બિલ પર ગ્રાહકને લોટરી જીતવાની તક મળશે. આ ગ્રાહકોને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત કરશે