*શાળા-કોલેજો બાદ તમામ નેશનલ પાર્ક 29 માર્ચ સુધી રહેશે બંધ*

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે