*સંસદમાં કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ*

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ તેઓ માંગી લેશે તો પણ સસ્પેન્શન પાછુ નહી ખેંચાય. તો કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની લોકસભાની સદસ્યતા રદ્દ કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઘટનાક્રમની તપાસ માટે બનેલી સમિતિની સદસ્યતા ઓછી કરવા પર વિચાર કરી શકે છે. ગોગોઈ પર આરોપ છે કે, તેમણે કાગળ છીનવીને ફાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન ભાગ દરમિયાન લોકસભામાં હંગામો કરવા અને અયોગ્ય આચરણ માટે કોંગ્રેસના સાત સાંસદોને બાકી રહેલા સંસદ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે.