*કોરોના વાઈરસના કારણે કોર્ટને પુરી રીતે શટ ડાઉન ન કરી શકાય-ચીફ જસ્ટિસે*

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે દેશમાં વધતા કોરોના વાઈરસના સંકટના કારણે કોર્ટને પુરી રીતે શટડાઉન ન કરી શકાય. વર્ચ્યુઅલ કોર્ટ ટૂંક સમયમાં શરૂ થશે. એવામાં હાલની સ્થિતિમાં માત્ર સિમિત શટડાઉન થશે. જો કે, સીજેઆઈએ બાર કાઉન્સિલને અપીલ કરી છે કે નિષ્ણાતોએ જે સુરક્ષા માટેના ઉપાય બતાવ્યા છે, તેનું પુરે પુરુ પાલન કરવામાં આવશે. ત્યારબાદ સોમવારે સવારે સુપ્રીમ કોર્ટની બહાર થર્મલ સ્ક્રીનિંગ કરાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી હતી