*કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર ધારાસભ્યને મહિલાઓએ બંગડી બતાવી*

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાનો ભુજમાં વિરોધ કરવામાં આવ્યો. પ્રધ્યુમનસિંહ જાડેજા જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે મહિલા કોંગ્રેસ દ્વારા બંગડી બતાવી વિરોધ કરવામાં આવ્યો. આ સાથે મહિલા કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા પદ્યુમ્નસિંહના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા