*કોંગ્રેસના ધારસભ્યોનું નવુ સરનામું જયપુર*

અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.