*ઊના બાવળના જગંલમા લાગી ભીષણ આગ*

ઊનાના સીમર તથા સૈયદ રાજપરા ગામે આવેલા બાવળના જગંલમા આગ લાગવાની ઘટના બની. જંગલમાં દૂર દૂર સુધી આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા.આગ લાગી તેના થોડા સમય પહેલા જ જંગલમાં સિંહ અને સિંહણ જોવા મળ્યા તેવું ગામલોકોનું કહેવું છે. જો કે આગ ક્યા કારણોસર લાગી તે અકબંધ છે. ઘટનાની જાણ થતા ફાયર ફાયર દોડી આવ્યું છે અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાની તજવીજ હાથ ધરી છે.