જ્યારે થી આપણા વડાપ્રધાન શ્રી.મોદી સાહેબ નો આદેશ દ્વારા પુરા દેશ માં લોકડાઉંન કરવામાં આવ્યું છે ત્યારથી ડીસીપી શ્રી.રવિ તેજા તથા બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.નીરવ વ્યાસ સાહેબ દ્વારા બાપુનગર માં રહેતા તમામ જરૂરિયાતમંદો માટે ભોજન ની સહાય પુરી પાડવામાં આવેલ છે. દરરોજ આશરે ૨૦૦૦ જરૂરિયાતમંદો ને આ સેવા બાપુનગર પોલીસ સ્ટાફ દ્વારા પુરી પાડવામાં આવે છે. હજી પણ આ સેવા જ્યાં સુધી લોકડાઉંન પૂરું નઈ થાય ત્યાં સુધી દરરોજ આ સેવા પુરી પાડવામાં આવશે.
બાપુનગર ભીડભંજન હનુમાન મંદિર માં ચાલતું ટ્રસ્ટ શ્રી.આનંદ અમૃત સેવા ટ્રસ્ટ જે રિટાયર્ડ ડીવાયએસપી તરુણ બારોટ સાહેબ ના પિતા શ્રી. અમૃતલાલ બારોટ દ્વારા છેલ્લા ૨૫ વર્ષ થી ચલાવવામાં આવે છે. જેના સહયોગ થી અને ધારાસભ્ય શ્રી. વલ્લભભાઈ કાકડિયા તથા બાપુનગર ડી.સ્ટાફ પી એસ આઈ મહેશ ગઢવી તથા બાપુનગર ના આગેવાનો ના સહયોગ થી આ સેવા નો લાભ તમામ જરૂરિયાતમંદો ને મળતો રહેશે.