*અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 4 આતંકી ઠાર, ઈન્ટરનેટ સેવા બંધ*

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરે-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા. આ અથડામણમાં એક હિઝબુલનો કમાન્ડર તારિક અહમદ પણ માર્યો ગયો છે. આ સિવાય બીજા ત્રણ લશ્કરના આતંકી માર્યા ગયા છે. આ અથડામણમાં અનંતનાગ અને કુલગામમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.