*ભાજપના ધારાસભ્યોના રાજીનામા અંગે જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન*

ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ભાજપ રાજ્યસભાની ત્રણેય સીટ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો ખોટુ બોલી રહ્યા છે. તેઓ તેમના ઘારાસભ્યોને પણ સાચી માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.