કોંગ્રેસ, શિવસેના સહિત 18 પાર્ટી રાષ્ટ્રપતિની સ્પીચનો બોયકોટ કરશે
સંસદમાં આજથી શરૂ થઈ રહેલુ બજેટ સત્ર હંગામેદાર રહે તેવી શક્યતા છે. સંસદના બજેટ સત્રમાં વિપક્ષ કેંદ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા, પૂર્વીય લદાખ ગતિરોધ, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને મોંઘવારી સહિતના મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે.
બજેટ સત્રની શરૂઆજ આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંન્ને સદનોની સંયુક્ત બેઠકોને સંબોધિન કરવાની સાથે શરૂ થશે ને એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે.
કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે આર્થિક સર્વેક્ષણ 2020 21 રજુ કરશે. કોરોનાને લીધે લોકસભા અને રાજ્યસભાની કાર્રવાઈ પાંચ પાચ કલાકની પાળીમાં સંચાલિત કરવામાં આવશે. રાજ્યસભા સવારના સમયે અને લોકસભાની કાર્રવાઈ સાંજે ચાલશે.: સૂત્ર