*ભાજપ નેતાના ભાઈ પર પાઇપ અને ધોકા વડે હુમલો*

ભાવનગર ભાજપના લીગલ સેલના કન્વીનરના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. પાઇપ અને ધોકા વડે થયેલા હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાવનગરના જિલ્લા પંચાયત કચેરીનાં દીવાલનાં કામ બાબતે હુમલો કર્યો હતો. ભીડભંજન મહાદેવ મંદિરના પૂજારીએ દીવાલ અને ચાલવાના રસ્તાને લઇને હુમલો કર્યો હતો