*દુનિયાભરના મંદિર બંધ કરવાનો આદેશ*

બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાએ જણાવ્યું છે કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિરો તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર એક અઠવાડીયાની અંદર બંધ કરી દેવામાં આવશે. સ્વામીનારાયણ સંસ્થાના અમેરિકામાં 100 મંદિર છે.BAPSએ વધુમાં જણાવ્યું હતું કે, ભીડ એકઠી થતી રોકવા માટે થઈને આવો નિર્ણય લેવાયો છે, કે જો કે, શ્રદ્ધાળુની ભાવનાને ધ્યાને રાખી દરેક મંદિરની વેબસાઈટ પર દરરોજ દર્શન કરવા મળશે. સંસ્થાનું કહેવું છે કે, સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુંઓને આધ્યાત્મિક જ્ઞાન આપવું પણ એટલુ જ જરૂરી છે.