*માઇક્રોસોફ્ટને ઘેરેઘેર પહોચાડનાર બિલ ગેટ્સે બોર્ડ છોડ્યું*

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટ કોર્પના સહસંસ્થાપક બિલ ગેટ્સે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ તેઓ હવે સામાજિક કાર્યો માટે સમય આપશે. તેમણે 1975માં કંપનીની સ્થાપના કરી હતી અને માઇક્રોસોફ્ટે સૌથી મોટી સોફ્ટવેર ડેવલપિંગ કંપની બનાવી હતી. બિલ ગેટ્સ 54 વર્ષના છે. અને પાછલા એક દાયકાથી તેઓ કંપનીની જવાબદારીઓ ઓછી કરવાના કામમાં લાગેલા હતા. તેઓ ત્યારે હાલના CEO સત્ય નડેલાના માર્ગદર્શક તરીકે ઉત્પાદકતા, હેલ્થ સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો પર કામ કરી રહ્યાં હતા. જોકે તેઓ આવું કરવાનું ચાલુ રાખશે