*સાઈબર ક્રાઇમને રોકવા રાજ્ય રૂપાણી સરકાર બની સક્રિય*

સાઈબર ક્રાઈમને રોકવા માટે ગુજરાત પોલીસને વધુંને વધું સુસજ્જ કરવામાં આવી. આજના વિકસતા જતા ટેક્નોલોજીના યુગમાં રાજ્યના તમામ નવ રેન્જમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને કાર્યરત કરી દેવામાં આવ્યો. જેના થકી હવે મોટા ભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવશે.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ રેન્જમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ-ગોધરા, ભાવનગર સુરત, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય બોર્ડર રેન્જ કચ્છ-ભૂજનું વડુમથક ભૂજ રહેશે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ, ગાંધીધામ, પાટણ અને બનાસકાંઠા-પાલનપુર જિલ્લાના પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. તેમ મંત્રી જાડેજાએ ઉમેર્યુ હતું.