*સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનમાં પૂર્વ વડા ડો.કમલ મહેતા સાથે વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી*

રાજકોટ-જીગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું કે, મારા Ph.D રજીસ્ટ્રેશનમાં તા.25-5-2019 નાખી છે. જ્યારે હકીકતમાં આ રજીસ્ટ્રેશન 22-1-2020ના રોજ થયું હોય અને ત્યારે જ મને પત્ર મળ્યો હોવાથી યુનિવર્સિટીના સત્તાધીશોના કારણે મારે Ph.Dની સ્કોલરશીપ ગુમાવવી પડી છે. જે બાબતે વાત કરવા માટે મંગળવારે બપોર બાદ અંગ્રેજી ભવનમાં ગયો હતો અને ડો.મુખર્જીને વાત કરી કે ‘તમે ડોક્યુમેન્ટ મોડાં મોકલ્યા તેથી રજિસ્ટ્રેશન મોડું થયું અને મારે સ્કોલરશીપ ગુમાવવી પડી’ તેમ વાત કરતા તેઓએ ‘અમને જ રીતે સૂચના આવી તે રીતે કર્યું’ તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં ડો.કમલ મહેતા આવ્યા હતા અને ‘તું રિલાયેબલ માણસ નથી, તારી સાથે વાત કરાય તેમ નથી મેં તને ચોરી કરતા પકડ્યો હતો તેમ કહેતા મેં કહ્યું હતું કે, આવું કંઇ બન્યું નથી ત્યારે આ બાબતે બોલાચાલી થઇ હતી.