*ટ્રેલર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 11 ના મોત*

રાજસ્થાનમાં જોધપુર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માત ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમા કુલ 11 લોકોના અકસ્માતમાં મોત થયા છે. 11 મૃતકો પૈકી 4 પુરુષ 6 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જોકે અકસ્માતની જાણ થતાજ શેરગઢ પોલીસ સ્થળ પર પહોચી હતી. જ્યાં તેમણે ક્રેનની મદદ લઈને રેસ્કયું હાથ ધર્યું હતું અને વાહનોની અંદર ફસાયેલા મૃતકોને બહાર કાઢ્યા હતા. સાથે જ પોલીસે ઘાયલોને પણ તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.