*નીતિન પટેલની મોદીએ ગુજરાતમાં કરી અવગણના*

વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રેસિડેન્ટ ડ્રોનાલ્ડ ડ્રમ્પને સ્ટેડિયમમાં સ્ટેજ તરફ લઈ ગયા હતા. ગૃહમંત્રી અમિત શાહે હેન્ડશેક કરીને ટ્રમ્પનું અભિવાદન કર્યુ ત્યારે મોદીએ ગૃહમંત્રીની ઓળખાણ અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે કરાવી હતી. અમિત શાહની બાજુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્રમ્પની સાથે હાથ મિલાવી અભિવાદન કર્યુ ત્યારે વડાપ્રધાને તેમની ઓળખાણ કરાવી નહોતી. અમિત શાહ સાથે મુલાકાત સમયે મોદીએ એવું કંઇક કહ્યું હતું કે, અમિત શાહ પણ હસી પડ્યા હતા. તેજ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ બાજુમાં જ ઉભા હતા. છતાંય મોદીએ અવગણના કરી હતી. જેથી આખરે નીતિન પટેલે જાતે જ હાથ લાંબો કરીને ટ્રમ્પની સાથે હસ્તધૂનન કરવું પડ્યું હતું