*સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ*

સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે