*15 મેથી ઇન્ડિગો સુરતથી ભોપાલ ફ્લાઇટ શરૂ કરશે*

સુરતઃ હવે સુરત-ભોપાલની મુસાફરી એક કલાકમાં પૂર્ણ થનારી છે. કારણ કે, બજેટ એરલાઇન્સ ઈન્ડિગો 15 મેથી ભોપાલ-સુરત-ભોપાલની નોન-સ્ટોપ ફલાઇટ શરૂ કરી રહી છે. ઈન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે ફલાઇટ ભોપાલ એરપોર્ટથી સવારના 07:55 કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર 09:05 કલાકે લેન્ડ થશે. જયાં 55 મિનિટ રોકાઇને 09:50 કલાકે ટેકઓફ થશે અને ભોપાલ એરપોર્ટ પર 10:55 કલાકે લેન્ડ થશે. તે સાથે ભાડું 2,999 રખાયું છે.