*ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા*

થિરૂવનાઈકલવ માં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે. તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા