*રેલવેના DRM અને કાપડ-ફ્રૂટના વેપારીઓ વચ્ચેની બેઠક*

સુરતઃવેસ્ટર્ન રેલવેના DRM અને સુરતના કાપડ અને ફ્રુટના વેપારીઓ વચ્ચે સાંસદ CR પાટીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં ટ્રાનસ્પોર્ટને લઈ થયેલી ચર્ચામાં અનેક વેપારીઓએ સુરત -દિલ્હી વચ્ચે અલગ પાર્સલ ટ્રેન દોડાવવા કરેલી માગણીને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં 20-25 વેગન (ડબ્બા)ની પાર્સલ ટ્રેન દોડાવવા DRM જીવીએલ સત્યદેવ કુમારે બાંહેધરી આપી હતી. જેનો ડેપો નવસારી સ્ટેશને રાખવા નક્કી કરાયું હતું. ભારતમાં પહેલી વાર પાર્સલ ટ્રેન દોડાવવાની આયોજનને સાકાર થતા જોઈ વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો.