લોકોનો રજાનો દિવસ રવિવાર બગાડયો.
વીજ કંપનીએ સમારકામ કરી બપોરે વીજ પુરવઠો ચાલુ કરાતા રાહત
રાજપીપળા,તા.15
રાજપીપળા ગાંધી ચોક પાસે આદિત્ય પાસે ઝાડ તૂટી પડતાં ઝાડ પરથી પસાર થતા વાયરો તૂટી પડતાં સંતોષ ચાર રસ્તા સુધીના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. વીજ કંપની વાળાઓએ સમારકામ શરૂ કરતાં સવારે 10 વાગ્યાથી વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો, જે બપોર સુધી સમારકામ ચલાવતા 10 થી 2 વાગ્યા સુધી ચાર કલાક લોકોને વીજળીના ચાલાવવું પડ્યું હતું, રવિવાર રજાના દિવસે જ લાઈટ ડુલ થઇ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. જોકે વીજકંપનીએ ચાર કલાક પછી સમારકામ કરી દેતા બપોરે વીજ પુરવઠો ચાલુ કરતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા