રાજપીપળા,તા.15
છેલ્લા સાત વર્ષથી પ્રોહિબિશનના ગુનાના કામે કોસાડ (સુરત) ના નાસતા ફરતા આરોપીને એલસીબીએ નર્મદા પોલીસે ઝડપી પાડી હતી. જિલ્લા પોલીસવડાની સુચના અનુસાર એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી નર્મદાના ઓ સુપરવિઝન હેઠળ તથા સી. એમ. ગામીત નર્મદાના ઓના તેમજ એલસીબી ટીમ દ્વારા રાજપીપળા પોલીસ મથકના પ્રોહીબીશન ગુનાના આરોપી ઇસ્લામભાઈ યુનુસભાઈ શેખ (રહે, સુરત કોસાડ ) છેલ્લા સાત વર્ષથી ગુનાના કામે નાસતો ફરતો હતો. પોતાનું રહેણાંક તેમજ આશ્રયસ્થાન વારંવાર બદલતો હતો, તેથી ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સ ના આધારે બલેશ્વર પલસાણા ખાતે રહેતો હોવાની પાકી માહિતી મેળવી એસ.ઓ.જી સુરત ગ્રામ્ય ના સંકલનથી આરોપીને તા.15/ 3/ 2020 ના રોજ ઝડપી પાડી અટક કરી રાજપીપળા પોલીસ સ્ટેશને આગળની કાયદેસરની કાર્યવાહી આદરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા