આજના મુખ્ય સમાચારો* *તા. 30/07/2020-ગુરૂવાર*

*પાટિલે યોજી વન ટુ વન બેઠક, હોદ્દેદારોને અપાયું હોમવર્ક*
પ્રદેશ ભાજપના હોદ્દેદારોની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠક યોજી હતી. જેમાં હાલની સંગઠનની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી અને અધ્યક્ષ દ્વારા નવું હોમવર્ક પણ સોંપવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે સી આર પાટીલે પ્રદેશના હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ ભાજપના ત્રણ મહામંત્રી ઉપાધ્યક્ષ અને પ્રવક્તા સાથે બેઠક યોજી હતી
**
*ડો. આશીષ રામાવત ફરી વિવાદમાં સપડાયા*
સોમનાથના વેરાવળ ખાતે અનેક વિવાદમાં સંપડાયેલા ડો. આશીષ રામાવત ફરી વિવાદમાં સપડાયા છે. ડો આશિષ રામાવત, તેમના પત્ની અને ભાઈ સામે 90 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના રહેવાસી પુંજાભાઈ બારડે ડોક્ટર પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
**
*વિરોધ પ્રદર્શન પોલીસે 20 લોકોની કરી અટકાયત*
વડોદરામાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના આગમનને લઈને સંજયનગરના વિસ્થાપિતોની પોલીસે અટકાયત કરી છે. વિસ્થાપિતો દ્વારા સંગમ રોડ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે મામલે 20 કરતા વધું લોકોની અટકાયત કરવામાં આવી હતી.
**
*યુવકો પાસેથી દેશી તમંચા સહિત 13 હથિયારો મળ્યા*
મોરવા હડફના સંતરોડ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તેમજ તમંચા સહિત 13 જેટલા હથિયારો ઝડપી પાડ્યા છે. 2 બાઈક સવારો દાહોદ ગોધરા તરફ આવતા હતા તે સમયે તેમણે પોલીસ સાથે બોલાચાલી કરી અને બાદમાં તેઓ તેમની પાસે રહેલી બેગ ફેકીને ફરાર થઈ ગયા હતાં. જે બેગમાંથી પોલીસે હથિયારો કબ્જે કર્યા છે.
**
*અંબાજીના ભાદરવી પૂનમના મેળા પર લાગ્યું કોરોનાનું ગ્રહણ*
રાજ્યમાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે મોટી ઊજવણી થાય છે. દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમે 26 લાખથી વધારે ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે. હવે માઈ ભક્તોને ઓનલાઈન દર્શનથી જ સંતોષ માનવો પડશે
**
*બેંકમાં કરોડોનું કૌભાંડ કરનારા શખ્સની ધરપકડ*
અમદાવાદની રત્નાકર બેંક લિમિટેડમાંથી 29.94 કરોડની પાક ધિરાણ લોન મેળવીને કરોડોનું કૌભાંડ આચરનાર કચ્છના મુખ્ય સુત્રધાર ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરાઈ છે
**
*ડમી ઉમેદવારે પરીક્ષા આપી*
*સરકારી નોકરીમાં ડમી ઉમેદવારે પરીક્ષા આપી નોકરી કરતા યુવકની ધરપકડ બાયોમેટ્રીક તપાસમાં ભાંડો ફૂટ્યોસરકારી નોકરીની પરીક્ષામાં ડમી ઉમેદવાર ઉભો કરી પરીક્ષા પાસ કરવામાં આવી. પરંતુ ડોક્યુમેન્ટની બાયોમેટ્રીક તપાસ વખતે ભાંડો ફૂટ્યો હતો. જેમાં સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ પર નોકરી લેવા જતા પહેલા જ રાજસ્થાની યુવકની પાલડી પોલીસે ધરપકડ કરી હતી.
**
*સુરત શાંઘાઈ તો ન બન્યું પરંતુ વુહાન બની ગયું છે*
ભાજપના શાસકોની અણ આવડતના કારણે સુરત શાંઘાઈ તો ન બન્યું પરંતુ વુહાન બની ગયું છે. દર્દીઓને ઈન્જેક્શન આપવામાં ન આવતાં કાળાબજાર થઈ રહ્યાં છે.લોકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા
**
*હું મારા કપડા જાતે ધોઉં છું: મુખ્યપ્રધાન*
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના વાઇરસથી સંક્રમિત થતા તેમની સારવાર ભોપાલની એક કોવિડ હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં તે સરકારનું તમામ કામકાજ હોસ્પિટલમાંથી જ જોઇ રહ્યા છે.
**
*વડોદરા પાસે કર્ણાવતી એક્સપ્રેસના ડબ્બા છૂટ્ટા પડી ગયા*
વડોદરા. વડોદરા રેલવે સ્ટેશન પાસે સવારે કર્ણાવતી કોવિડ-19 સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના થઇ હતી. અમદાવાદથી મુંબઇ જતી કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા. બાકીના છુટ્ટા પડી ગયા હતા. ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી હતી.
**
*કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય*
કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.કચ્છના પેટાળમાં ઊર્જા વધી રહી છે: ફોલ્ટ લાઇન પર ૧૦૦૦ વર્ષથી મોટો ભૂકંપ આવ્યો નથી ભુજ ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. ત્યારે કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતા આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે
**
*કચ્છમાં ખેત ધિરાણના નામે ૩૦ કરોડનું લોન કૌભાંડ*
લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના ખેડૂતોના નામે બોગસ દસ્તાવેજો પર પાક ધિરાણના નામે રત્નાકર બેન્ક લિમિટેડમાંથી બારોબાર ૩૦ કરોડ રૂપિયાની લોન લેવાના ચકચારી કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે સૂત્રધાર જયંતી જેઠાલાલ ઠક્કર અને ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશનના ત્રણ ડાયરેક્ટરો મળી ૧૦ લોકો સામે ફોજદારી ફરિયાદ દાખલ
**
*નકલી ઈજેક્શન કૌભાંડના તાર સ્વીઝરલેન્ડ સુધી*
ગુજરાતમાં ઈજેક્શન કૌભાંડ ચાલી રહ્યા હોવાના સમાચારો ચાલી રહ્યા હતા અને સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે.
**
*સલાડ ખાવાથી 600 બીમાર*
અમેરિકા કોરોના વાયરસને કારણે ખૂબ જ પ્રભાવિત થનારા દેશોમાં અમેરિકા મોખરે છે પણ એક નવી બીમારીએ ત્યાં ટ્ર્મ્પ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે હકીકતે ત્યાં સાઇક્લોસ્પોરા સલાડ ખાવાને કારણે એવું સંક્રમણ ફેલાયું છે જેને કારણે 600 લોકો બીમાર થયા છે
**
*બેંકમાં નોકરીની છે સોનેરી તક*
બેંકમાં નોકરીની ચાહત રાખનારા યુવાઓ માટે ભારતીય રિઝર્વ બેંકે આવેદનમાં સોનેરી તક આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડેટા એનાલિસ્ટ, એકાઉન્ટ સ્પેશ્યાલિસ્ટ સહિતના ઘણા પદો ઉપર ભરતી માટે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પદો ઉપર 3 ઓગષ્ટ પહેલા ઓનલાઈન આવેદન ભરી શકાય છે.
**
આરબીઆઈ રિક્રુટમેન્ટ 2020 હેઠળ નીકળેલી આ ભરતી માટે ડેટા એનાલીસ્ટ, કંસલ્ટેંટ, એકાઉન્ટ સ્પેશ્યાલિસ્ટ સહિત કુલ 39 પદો ઉપર નિયુક્તી કરવામાં આવશે.
*
આરબીઆઈ રિક્રુટમેન્ટ માટે ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા પદો અનુસાર નિર્ધારીત કરવામાં આવી છે. તેમાં એકાઉન્ટ સ્પેશ્યાલિસ્ટ પદો ઉપર આવેદન કરવા માટે ઉમેદવારોની પાસે સીએની ડિગ્રી હોવી જોઈએ.
*ઉંમર સીમા*
આરબીઆઈમાં વિવિધ પદો ઉપર નિકળેલી આ જગ્યા માટે ઉંમરની સીમા પણ અલગ અલગ નિર્ધારીત કરાઈ છે. જેમાં ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ પદો અનુસાર નક્કી કરાઈ છે.
*મહત્વપૂર્ણ તારીખો*
ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ 3 ઓગષ્ટ
ઓનલાઈન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 22 ઓગષ્ટ
*આવેદન પ્રક્રિયા*
ઈચ્છુક અને પદાનુસાર યોગ્ય ઉમેદવારો આરબીઆઈની ઓફિશીયલ વેબસાઈટ rbi.org.in ઉપર જઈને ઓનલાઈન આવેદન કરી શકો છો.
કેવી રીતે થશે પસંદગી આરબીઆઈમાં આ પદો ઉપર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ અને શોર્ટલીસ્ટના આધાર ઉપર કરવામાં આવશે. વધારે જાણારી માટે નોટીફિકેશનમાં જઈને જોઈ શકો છો.