મેઘરાજાનોલાંબા વિરામથી વરસાદ ખેંચાયો.ખેડૂતોના માથે ચિંતાના વાદળો

નર્મદા જિલ્લામાં મેઘરાજાનોલાંબા વિરામથી વરસાદ ખેંચાયો.ખેડૂતોના માથે ચિંતાના વાદળો

વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ વરસાદ ન વરસતા હવે પાણી વગર ઉભો પાક સુકાઈ જાય તેવી શક્યતાઓ છે.

નર્મદા ડેમ અત્યારે ડેમો મા માંડ 30થી 35%તો કરજણ ડેમ મા 50%પાણી માંડ બચ્યું છે.

મધ્યપ્રદેશમાં નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં અને ઇન્દિરા સરોવરમાં પણઓછા વરસાદની કારણે
પાણી ઓછું છે

રાજપીપલા, તા 18

નર્મદા જિલ્લામા વરસાદ હાથતાળી આપી છટકીગયો છે. અને છેલ્લા ઘણા સમયથી વરસાદના કોઈ આસાર દેખાયા
નથી.સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા કપાસ મગફળી જેવા પાકને નુકશાન પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો ઓગસ્ટના આખા માસ દરમ્યાન જોઈએ તેવો ખાસ વરસાદ ન વરસતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે.

વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી દીધી હતી પરંતુ વરસાદ ન વરસતા હવે પાણી વગર ઉભો પાક સુકાઈ જાય તેવી શક્યતાઓ છે.
દર વર્ષે ચોમાસામાં ઓવરફલો થઇ જતાં ડેમો અત્યારે ડેમો મા માંડ 30થી 35%માંડ પાણી બચ્યું છે.જે ચિંતાનો વિષય બન્યો છે.ડેમોમાં વરસાદ ની આવકના અભાવેહાલ સરકારને સિંચાઈને માટે પાણીનહીં આપવાનો નિર્ણય લીધો છે.અને પીવાના પાણી માટે જળ સંગ્રહ કરવાનો નિર્ણય લીધો હોવાનું નાયબ મુખ્યમન્ત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે.

ઓછા જળ આગામી સમયમાં અંતરિયાળ વિસ્તારના ધરતી પુત્રોમાં માટે ચિંતામાં મૂકે તેવી શકયતા વધી છે.
નર્મદા જિલ્લામાં ખાસ ખેતીલાયક વરસાદ વરસ્યો નથી.અને હજુ પણ આગામી દિવસોમા સારો વરસાદ નહીં થાયતો ખેતીના મહામુલો પાક ને નુકશાન થવાની શક્યતા છે એક તરફ વરસાદ નથી વરસી રહ્યો તો બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે પૂરતો સૂર્ય પ્રકાશ પણ નથી મળી રહ્યો અને પરિણામે ખેડૂતોએ ખર્ચ કરી મોંઘા ભાવે વાવેલા બિયારણ નિષ્ફળ જાય તેવી પણ ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે.

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના કોઇપણ તાલુકામાં બિલકુલ વરસાદ નોંધાયો ન હોવાથી છેલ્લા ૬ દિવસથી નર્મદા જિલ્લામાં મેઘરાજાએ સતત વિરામ પાળ્યો હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૪૩૬ મિ.મિ. વરસાદ નોંધાયાંની જાણકારી પ્રાપ્ત થઇ છે.

હાલ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પોતાના
પાકને લઈને ચિંતિત છે, કેટલાક વિસ્તારોમાં તોપાક મુરઝાવા લાગ્યો છે. ત્યારે હવે સિંચાઈનું પાણી
આપવા બાબતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન
પટેલના નિવેદન આપ્યું છે કે, હાલમાં રાજ્યના ડેમોમાં
પાણીનો જથ્થો 30થી 35 ટકા કરતા વધારે નથી.
જેથી સમગ્ર ગુજરાતમાં સિંચાઈ માટે મોટા પ્રમાણમાં
પાણી આપી શકાય તેમ નથી
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ડેમોમાં હાલ
૩૦ થી ૩૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જેમાંથી પીવાનું પાણી પણ આપવામાં આવે છે .
ડેમમાં પાણી હોય ત્યારે જ સરકાર પાણી આપી
શકે.નર્મદા ડેમમાં
પણ પાણી ઓછું છે પરંતુ પીવાના પાણીનો જથ્થો
છે. મધ્યપ્રદેશમાં નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં
પણ ઓછો વરસાદ છે. ઇન્દિરા સરોવરમાં પણ
પાણી ઓછું છે પરંતુ સપ્ટેમ્બરમાં એમપીના આ
વિસ્તારમાં સારો વરસાદ થતો હોય છે. જેથી નર્મદા
ડેમમાં સારા પાણીની આવક થવાની શક્યતાઓ છે.
વળી હાલ ડેમોમાં જ પાણીનો જથ્થો નથી એટલે
આખા ગુજરાતમાં હાલ સિંચાઈ માટે પાણી આપી
શકાય એમ નથી એટલે ડેમો માંથી પાણી છોડવાની
શકયતા નથી. જે ખેતીનો પાક બચાવવા વરસાદ
એજ અત્યારે આપણી એક આશાછે

બીજી તરફ ખેડૂતો માટે વરસાદની ખૂબ જ તાતી જરૂરિયાત ઉભી થઇ
ચ છે. જો કે પિયતની સગવડ
ધરાવતા ખેડૂતો વેચાતું પાણી લઈનેપણ પોતાનો પાક બચાવવામાં પડી
ગયા છે. પરંતુ, વરસાદજ ખેડૂતો માટેઆધાર છે તેવા ખેડૂતોની હાલતકફોડી થઈ ચૂકી છે અને તેઓ તો હાલ
હવે વરસાદ પડે તેવી આજીજી કરીરહ્યા છે.

ભીમ અગિયારસ
દિવસે ખેડૂતોએ સારા વરસાદનીઆશા સાથે મુહૂર્ત કરી ખેતરમાં ચોમાસુ
પાકનું વાવેતર કરી દીધું હતું પરંતુઆમ છતાં આજે શ્રાવણ માસનીશરૂઆત બાદ પણ વરસાદ ન આવતા
ખેડૂતો ચિંતાતુર બની વરસાદનીકાગડોળે રાહ જોઈ રહ્યા છે
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૫.૬૯ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૩.૯૧ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૦.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૦.૦૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૩ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

ખેડૂત પરેશ પટેલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે નર્મદામાં વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને વરસાદ ના અભાવે કેળના પાકને મોટુ નુકશાન થયું છે. કેળ પાણીના અભાવે વચ્ચેથી ભાંગી પડી છે વરસાદ સમયસર નહીં આવે તો અન્યપાક પણ નષ્ટ થવાની ભીતિ સેવાય છે.

તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા