ભચાઉ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સપેક્શન અનુસંધાનને લોકદરબારનું આયોજન કરતા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ

મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના વાર્ષિક ઈન્સપેક્શન અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ

જેમાં ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ સમાજના આગેવાનો,સામાજીક સંસ્થાઓના આગેવાનો તથા પત્રકાર મિત્રો દ્વારા અલગ અલગ રજુઆતો કરવામાં આવેલ જેમાં ખાસ કરીને કાયદો વ્યવસ્થા તથા ટ્રાફિકને લગતી રજુઆતો કરવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાહેબનાઓએ વિવિધ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે ભચાઉ પોલીસને સુચન અને માર્ગદર્શન આપવામાં અવેલ છે અને તે મુજબ માહે-૦૩/૨૦૨૩ ના માસમાં ટ્રાફિક કામગીરીમાં ૧૮૩ વાહન ડીટેઈન કરી આર.ટી.ઓ દંડ રૂ.૭,૯૦,૧૧૦/- તથા ૪૯૭ એમ.વી.એક્ટ એન.સી. આપી સ્થળ દંડ રૂ.૨,૪૮,૫૦૦/- એમ કુલ રૂ.૧૦,૩૮,૬૧૦/- નો દંડ કરવામાં આવેલ તથા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા અંગે અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હાલે ન હોઈ આ લોક દરબારનું શાંતિપુર્ણ રીતે પુર્ણ કરવામાં આવેલ.

આ લોક દરબારમાં શ્રી સાગર સાંબડા, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ, ભચાઉ તથા પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ આર.જે.સિસોદિયા તથા પો.સબ.ઇન્સ વી.કે.મહેશ્વરી તથા પો.સબ.ઇન્સ પી.એન.ગમાર નાઓ હાજર રહેલ.