*ગત ચૂંટણીમાં બલવંતસિંહને બલીનો બકરો બનાવ્યા હવે નરહરિ અમીનનો વારો*

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મેં પહેલાથી જ જાહેર કર્યું હતું કે હું રાજ્યસભાની ચૂંટણી નહી લડું. કોંગ્રેસ પાસે આ ચૂંટણી જીતવા પૂરતો કોટા છે. ભાજપ રૂપિયા વેરી ઉછીની શક્તિનો ઉપયોગ કરે છે. લોકશાહી માટે ભાજપની નીતિ ઘાતક છે. ગુજરાતથી ગયેલા બે આગેવાનો દિલ્લીમાં લૂંટવાનું કામ કરે છે.કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યોકોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યો છે. જો કે આ વખતે ઘડી આવી છે કે બધાએ એકજુથ રહેવું જરૂરી છે. ત્યારે ભાજપ ગમે એવા હથકંડા અપનાવે પણ અમે એક રહીશું. ગત વખતે 14 ગયેલા એમાંથી બે જ ચૂંટાયેલા હતા.થોડા સમય પહેલા ગયેલા બે સભ્યો પણ હારી ચુક્યા છે..નરહરિ અમીનને ભાજપે હારવાની સીટ આપી છે..ગત ચૂંટણીમાં બલવંતસિંહને બલીનો બકરો બનાવ્યા હવે નરહરિ અમીનનો વારો છે