ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો રાત-દિવસ વધી રહ્યાં છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જેથી કરીને બીજી પણ અનેક સમસ્યાઓ લોકોને ભોગવી પડી રહી છે. તેવામાં ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે કે, સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ સુવિધાઓના અભાવના કારણે આજે (19 એપ્રિલ) વહેલી સવારથી સારવાર અને અન્ય સુવિધાઓ માટે હોસ્પિટલની બહાર રાહ જોઇને ઉભા છે. તંત્ર દ્વારા કોઈ જ સુવિધા ઉપલબ્ધ ના કરાવવાના કારણે 25 જેટલી દર્દીઓને સિવિલ હોસ્પિટમાંથી બહાર સવારના ભૂખ્યા-તરસ્યા ઉભા રહેવા માટે મજબૂર બની ગયા છે. આ કોરોના પોઝિટિવ દર્દીઓના સાથે વ્યવહાર પણ ખરાબ કરવામાં આવી રહ્યો છે. કોરોનાને રોકવા માટે રાજ્ય લોકડાઉનને લઇને અનેક સમસ્યાઓ ભાગવી રહ્યું હોવા છતાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓને લઇને તંત્રની છેલ્લી કક્ષાની એટલે કે, થર્ડ ક્લાસ કામગીરી સામે આવી છે. જેથી હાલમાં કોરોનાના 25 દર્દીઓ સિવિલ હોસ્પિટલ બહાર જ રઝળતા થઇ ગયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિવસ કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યાં છે. તેવામાં સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્રની ખરાબ કામગીરીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને આજે (19 એપ્રિલ) વહેલી સવારથી ભૂખ્યા અને તરસ્યા હોસ્પિટલની બહાર સારવારની રાહ જોતા ટળવળી રહ્યાં છે. એક વીડિયામાં કોરોના પોઝિટિવ દર્દીઓ જણાવી રહ્યાં છે કે, સિવિલ હોસ્પિટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની નોંધણી કરવા માટે માત્રને માત્ર એક વ્યક્તિ હાજર છે.
વીડિયોમાં એક મહિલા જે પોતાનું નામ સોનું નાગર ગણાવી રહી છે, તે જણાવે છે કે અમારૂ બે દિવસ પહેલા ટેસ્ટ થયું હતું અને અમે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું, અમે ત્રણ વાગ્યાથી સિવિલ હોસ્પિટલની નીચે છીએ પરંતુ અમને કોઈ જ રિસ્પોન્સ મળી રહ્યો નથી. અમે 25 લોકો છીએ. આ વીડિયોમાં અન્ય પણ એક મહિલા જણાવી રહી છે કે, ખાવા-પીવાની પણ કોઈ સુવિધા આપવામાં આવી રહી નથી.