સાંસદ મનસુખ વસાવા રાજપીપળા કોવિડ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી.

રાજપીપળા સિવિલ સર્જન ડો.ગુપ્તા અને આરોગ્ય વિભાગના સ્ટાફ તથા સ્થાનિક કોવીડ -19 અંગે એક અગત્યની મિટિંગ કરી જરૂરી માહિતી મેળવી સૂચનાઓ આપી.
રાજપીપળા,તા.30
રાજપીપળા ખાતે પણ કોરોનાના કેસ રોજેરોજ વધી રહ્યા છે.તેની સામે કોવિડ હોસ્પિટલની સુવિધાઓ અને સારવાર અંગે અનેક ફરિયાદો આવતા સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા કોવીડ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી.રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધુ છે.જેમાં વેન્ટિલેટર ઓછા છે.વેન્ટિલેટર ઓપરેટર વગરના શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.સફાઈ બરાબર થતી નથી,જેવી ફરિયાદો બાદ મનસુખભાઈએ મુલાકાત લીધી હતી.અને સંબંધિત અધિકારીઓ સાથે લોકોની ફરિયાદોની અને સુવિધાઓને લઇને જરૂરી ચર્ચા કરી અને સૂચનો પણ આપ્યા હતા.
તેમની સાથે ઉપસ્થિત કમલેશભાઈ પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ તથા સ્થાનિક કોવીડ -19 અંગે એક અગત્યની મીટીંગ કરી હતી. અને જરૂરી જાત માહિતી મેળવી હતી અને દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય સારવાર થાય અને કોઈ ફરિયાદ ન આવે એવી પણ સૂચના આપી હતી.
અને હોસ્પિટલમા સાધનો પૂરતા છે કે નહીં હોસ્પિટલ અન્ય સુવિધા છે.જેવી જાણકારી મેળવી હતી,જોકે 24 કલાક ખડેપગે સેવા આપતા હોસ્પિટલના વિવિધ ડોક્ટરો,નર્સ, સ્ટાફે કરેલી વિવિધ કામગીરીને સાંસદ મનસુખભાઈ વસાવાએ બિરદાવી તથા જિલ્લાના તમામ કોરોના વોરીયર્સ અભિનંદન પણ પાઠવ્યા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા