*110 દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર ટોક્યો ઓલિમ્પિક્સ પર પડી*

લગભગ 110 દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસ )ની અસર ટોક્યો ઓલિમ્પિક્સ પર પણ પડી શકે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના વડા થોમસ બાકે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની કોરોના વાયરસ સંબંધિત સલાહ લેવામાં આવી રહી છે. ત્યારબાદ જ ઓલિમ્પિક્સ રદ અથવા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ટૂર્નામેન્ટ જાપાનની રાજધાની ટોક્યોમાં 24 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાશે