BJPના  પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ CM રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિવાદ મુદ્દેપત્રલખી સરકાર ની ઝાટકણી કરી.

સરકાર આદિવાસીઓની લાગણી સાથે સમાધાન કરે એ જરૂરી બન્યું છે.

સરકાર કોઈને રોટલો આપી ન શકતી હોય તો પોતાની રીતે જીવતા અદિવાસીઓનો રોટલો છીનવી લેવાનો સરકારનો નૈતિક અધિકાર નથી.

સરકાર અને આદિવાસીઓની સંમતિથી આદિવાસી વિસ્તારનો વિકાસ કરવો જોઈએ ધાક-ધમકીથી દબાણથી નહિ.

રાજપીપળા: તા 18

કેવડીયા મા ફેન્સીગ વાડ ના મુદ્દે સરકાર અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યુ છે ત્યારે એના અનુસંધાને આ અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો ત્યાર બાદ હવે છોટાઉદેપુર મત વિસ્તારના પૂર્વ ભાજપ સાંસદ રામસિંહ રાઠવાએ સીએમ રૂપાણીને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે

ભાજપ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પત્રમાં જણાવ્યા મુજબ કેવડિયા 6 ગામના પ્રશ્નો ખૂબ ગૂંચવણ ભર્યા બનતા જાય છે, સરકાર આદિવાસીઓની લાગણી સાથે સમાધાન કરે એ જરૂરી બન્યું છે. અગાઉ સરકારના મંત્રીએ અને અધિકારીઓ સાથે બેઠકમાં અસરગ્રસ્તોને જે લાભો આપવાની વાત હતી એ લાભો એમને મળ્યા નથી, અધિકારીઓ બહાના બતાવી રહ્યા છે. આર્યો-દ્રવિડો બહારથી આવીને વસ્યા છે એમના ભોગે આદિવાસીઓના હકો છીનવી લેવા ન જોઈએ. ક્રિશ્ચિયન મિશનરી અને માઓ મિશનરી અદિવસીઓને ભડકાવી ગેરમાર્ગે દોરી રહ્યા છે. બહારથી આવેલા અધિકારીઓ આદિવાસીઓને સમજ્યા વગર કાયદાનું ખોટું અર્થઘટન કરી આદિવાસીઓને એમની જળ-જંગલ-જમીનથી દૂર રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ત્યાં સ્થાનિક અદિવસીઓ લારી-ગલ્લાથી પોતાની રોજગારી મેળવી રહ્યા હતા ત્યારે બહારથી આવેલા અધિકારીઓ એમને હટાવી પોતાના સગા-સબંધીઓને રોજગારી આપી રહ્યા છે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર કોઈને રોટલો આપી ન શકતી હોય તો પોતાની રીતે જીવતા અદિવાસીઓનો રોટલો છીનવી લેવાનો સરકારનો નૈતિક અધિકાર નથી. સરકાર અને આદિવાસીઓની સંમતિથી આદિવાસી વિસ્તારનો વિકાસ કરવો જોઈએ ધાક-ધમકીથી દબાણથી નહિ. સરકારે અદિવસીઓ માટે જાહેર કરેલા પેકેજ બાબતે પણ ઘણા પ્રશ્નો છે. કાયદો 73 અઅ મુજબ કલેકટર કે પંચાયતની પૂર્વ મંજૂરી વિના આદીવાસીની જમીન વેચી શકાય નહીં. જેથી આદિવાસીઓને જમીન વિહોણા ન કરી શકાય. કબજો ભોગવટો કરી જીવનનિર્વાહ ચલાવતા ઈસમને નર્મદા પ્રોજેકટ પૂર્ણ થયા પછી કદાપિ ઉપયોગમાં ન લેવાયેલ જમીન ફરી તેમના નામે ચઢાવી આપવા મારી માંગ છે. સરકારે જે કામ માટે જમીન સંપાદન કરી હતી તેનો મૂળ હેતુ જળવાયો નથી, આ 6 ગામના આદિવાસીઓને અસરગ્રસ્ત જાહેર કર્યા જ નથી. જો એમને અસરગ્રસ્ત જાહેર કરી એના લાભો આપી અન્ય સ્થળે સ્થળાંતર કર્યું હોત તો આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાત જ નહીં. એ આદિવાસીઓની જમીન કોડીના ભાવે લઈ કરોડોના ભાવે વેચવાના કારશા સામે અદિવસીઓ ખૂબ નારાજ છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા