તમે ખૂબ સારા છો તમે મને બહુ ગમો છો તેવો રાજપીપળાની મહિલા કોન્સ્ટેબલને પોલીસ કોન્સ્ટેબલે વૉટ્સએપ પર મેસેજ કરતા ચકચાર.
પોલીસ કોન્સ્ટેબલે પાછળથી આવીને મહિલા હોમગાર્ડ સાથે બાથ ભરી શારીરિક અડપલાં કરતાં મહિલા હોમગાર્ડની પોલીસ કોન્સ્ટેબલ સામે છેડતીની ફરીયાદ
પોલીસ કોન્સ્ટેબલને પ્રેમનો એકરાર ભારે પડ્યો.
રાજપીપળા, તા.13
રાજપીપળા નવાપરા ભટ્ટ શેરી સાઈ મંદીર પાસે રહેતી જીઆરડી ગૃહરક્ષકદળ માં કામ કરતી મહિલા હોમગાર્ડ ભાવિકાબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ કે જેઓ વિધવા મહિલા સાથે દેડીયાપાડા પોલીસ કોન્સ્ટેબલને મહિલા હોમગાર્ડ સાથે પ્રેમ થઈ જતા કોન્સ્ટેબલ તમે ખૂબ સારા લાગો છો તમે મને બહુ ગમો છો તેવો મેસેજ વોટ્સએપ પર મેસેજ કરતા અને પોલીસ કોન્સ્ટેબલે પાછળથી આવીને મહિલા હોમગાર્ડને બાથ ભરી સારીરિક અડપલા કરતા મહિલા હોમગાડૅ પોલીસ કોન્સ્ટેબલ સામે છેડતીની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.
જેમાં રાજપીપળા પોલીસ મથકે ફરિયાદી જીઆરડી ગ્રુહરક્ષકદળમાં કામ કરતી મહિલા હોમગાર્ડ ભાવિકાબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ આરોપી જીત ગર પોલીસ લાઈન માં રહેતા અને દેડીયાપાડા પોલીસ મથકમાં ફરજ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ધુળાભાઈ પરમાર સામે છેડતીની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત અનુસાર ભોગ બનનાર યાદી ભાવિકાબેન જીઆરડી તરીકે નોકરી કરતી હોય જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ મંદિરમાં ની બાજુમાં આવેલ રોમાં નોકરી ઉપર એકલી કપડા પ્રેસ કરતી હતી તે વખતે આરોપી રમેશભાઈ ધુળાભાઈ પરમાર જેઓ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોય તેઓએ પાછળથી આવીને ફરિયાદી મહિલા ને બાથ ભરી શારીરિક અડપલા કરે અને તે જ દિવસે સાંજના ફરિયાદીના મોબાઈલ નંબર 8128274364 વોટરએપ પર તમે સારા છો અને મને ગમો છો તેવો મેસેજ કરી ફરિયાદીની છેડતી કરી ગુનો કરતાં પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈને પ્રેમનો એકરાર ભારે પડી ગયો હતો. આ અંગે રાજપીપળા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા