ઉમદા સેવાની ભાવના સાથે શરૂ કરાયેલી આ સેવા પ્રવૃતિનો બાળમરણ.
રાજપીપલા, તા.13
રાજપીપળા ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ વડીયા પેલેસ રોડ પર કરાયેલી દાનની દીવાલની શરૂ કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાત મંદોને કપડા તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના દિવાલ પર દાન કરી જરૂરિયાત મંદોને ઉપયોગી થવાના શુભ હેતુથી દાનની દિવાલ શરૂ કરાઈ હતી. પણ આજે બહારની દિવાલની દુર્દશા જોઇને લોકોમાં આશ્ચર્ય સાથે ખેદ જોવા મળ્યો હતો. આ દાનની દીવાલોનો આજે બાળમરણ થયું છે. આવા તો વાતનો બોલતો પુરાવો અત્યારે રાજપીપળાના વડીયા પેલેસ કમ્પાઉન્ડની દીવાલ ઉપર શરૂ કરવામાં આવેલી દાનની દિવાલની દુર્દશાથી જોઈ શકાય છે.
એકાદ વર્ષ પહેલા આ જ રીતે રાજપીપળા જિલ્લાના તાત્કાલિક પોલીસ વડા બગડીયા ના સ્તુત્ય પ્રયાસથી પાયગા પોલીસ લઈને ની દિવાલ ઉપર ની દિવાલ નો વિચાર મૂકીને લોકો પાસે રહેલી વધારાની અને ઉપયોગમાં લઇ શકાય તેવી ચીજવસ્તુઓ દાન સ્વરૂપે મૂકી જવાની કામગીરી શરૂ કરાઇ હતી. તેથી સમાજમાં અતિ પછાત અને જરૂરિયાત ધરાવતા વર્ગોને પોતાની પહેરવાના કપડા, પગરખા અને ઠંડીથી બચવા જેવી અમુક જરૂરિયાતો માટે ભીખ ના માંગવી પડે તેવા હેતુથી ચિલ્ડ્રન હોમ પાસે પણ દાનની દિવાલ શરૂ કરી હતી, પણ થોડા દિવસોમાં જ તેનું પણ બાળમરણ થયું હતું.
પરંતુ જાળવણીના અભાવે વરસાદમાં પલળીને બગડી ગયેલી ચીજવસ્તુઓ કચરા પેટીમાં તબદીલ થઇને આખરે કચરા ગાડી ઉઠાવી ગઈ હતી. આજ હાલત ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ કરવામાં આવેલી દાનની દિવાલ ની પણ થઇ છે એક સારા આશયથી અને લોકો માટે ઉપયોગી બાબતની આ ભલાઈ કરવા સેવાભાવી વ્યક્તિઓ હવે આવી ભલાઈ કરતાં હવે સો વખત વિચાર કરશે એ નક્કી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા