કોવીડ19આઇસોલેશન હોસ્પિટલ રાજપીપળાના 30 જેટલા સફાઈ સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા.

કોવીડ19આઇસોલેશન હોસ્પિટલ રાજપીપળાના 30 જેટલા સફાઈ સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા.
નર્મદા ભાજપ પ્રમુખને સત્વરે નોકરી પર લેવા બાબતે આવેદનપત્ર આપ્યું.

અગાઉ કલેકટરને આવેદન આપ્યા છતાં નોકરી પર પરત ન લેવાતા કર્મચારીઓ મુશ્કેલીમાં.

રાજપીપળા,તા. 27

કોવીડ 19 આઇસોલેશન હોસ્પિટલ રાજપીપળાના 30 જેટલા સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેતા આ અંગે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ ને સત્વરે નોકરી પર લેવા બાબતે આવેદનપત્ર આપ્યું. અગાઉ કલેકટરને આવેદન આપ્યા છતાં નોકરી પણ પરત ન લેવાતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હોય,કોરોનાની મહામારી માં ખડે પગે કામગીરી કરવા છતાં કોઈ પણ જાતની જાણ કર્યા વગર છુટા કરી દેતા કર્મચારીઓને તાકીદે પરત લેવા રજૂઆત કરાઇ હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે સૌ સફાઈ કામદારો તા.23/3/20 થી કોવીડ 19 આઇસોલેશન હોસ્પિટલમાં નોકરી લીધી લીધા હતા.અમો સૌએ અમારા જીવનની ચિંતા કર્યા વગર અને અમારા પરિવારની ચિંતા કર્યા વગર સતત મહામારીમાં ફરજ બજાવતા હતા.જેમાં સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા આર.એમ.ઓ મનોહર એલ.માજીગામકર,બી.કે.પટેલ અને ટોપિયા એવી બાંહેધરી આપી હતી કે તમે લોકો આવી મહામારીમાં નોકરી કરો છો તો કોવિડ હોસ્પિટલ બંધ થઈ જશે તો પણ સિવિલ હોસ્પિટલમાં કે આરોગ્ય શાખામાં કોઇ પણ જગ્યાએ તમને સેટ કરી આપીશું.અને સી.ડી એમ.ઓ અને આર.એમ.ઓ સિવીલ સર્જનના કહેવાથી અમોકોવીડ પોઝિટિવ દર્દીને અંતિમ ક્રિયા પણ કરેલ છે.પરંતુ અમને કોઈ પણ જાણ કર્યા વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે યોગ્ય કાર્યવાહી ના થાય તો અમે કોવીડ આઇસોલેશન ના કમ્પાઉન્ડમાં ધારણા પર બેસી જઈશું. કોવીડ 19 આઇસોલેસન ગુજરાત રાજ્યમાં કોઈપણ સફાઇ કામદારોને બંધ કરવામાં આવ્યા નથી.પરંતુ ફકત નર્મદા જીલ્લાના સફાઇ કામદારોને જ બંધ કરાયા હોવાનું જણાવી ઘટતું કરવા રજૂઆત કરી હતી.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા